પરમવીર ચક્ર : ભારતીય લશ્કરના ૨૧ પરમવીર શેર‌દિલોની શૌર્યગાથા

લેખક : હર્ષલ પુષ્કર્ણા
ભાષા : ગુજરાતી
ફોર્મેટ : બુક (સોફ્ટ બાઉન્ડ)
સાઈઝ : 24 cms x 18 cms
પાનાં : 240 (તમામ પાનાં રંગીન)
કિંમત : 450/-   (FREE delivery)
ભારતીય લશ્કરની ઓગસ્ટ, ૧૯૪૭થી લઈને આજ દિન સુધીની યુદ્ધતવારીખમાં કોણ જાણે કેટલાય સૈનિકોએ રણભૂમિમાં સાહસો કરી દેખાડ્યા છે. આમાંના થોડાક હજાર બહાદુરો ‘વીર’ કહેવાયા, સેંકડો ભડવીરોને ‘મહાવીર’નું બિરુદ મળ્યું, જ્યારે ફક્ત એકવીસ શેરદિલો એવા કે જેઓ Bravest of the braves એટલે કે ‘પરમવીર’નો સર્વોચ્ચ ખિતાબ પામ્યા.

જ્ઞાન-વિજ્ઞાનના લોકપ્રિય સામયિક ‘સફારી’ના સંપાદક તથા બેસ્ટ-સેલર પુસ્તક ‘આ છે સિઆચેન’ના લેખક હર્ષલ પુષ્કર્ણાનું ‘પરમવીર ચક્ર’ પુસ્તક ભારતીય લશ્કરના ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથા રજૂ કરે છે. આ પુસ્તક દેશના વીર અને વીરગતિ પામેલા સૈનિકોને લેખકની માનભરી સલામ છે તેમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જગાડવાનો નમ્ર પ્રયાસ પણ છે.