‘આ છે સિઆચેન’ : વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું

લેખક : હર્ષલ પુષ્કર્ણા
પ્રકાશક : યુરેનસ બુક્સ
ભાષા : ગુજરાતી
ફોર્મેટ : બુક (સોફ્ટ બાઉન્ડ)
સાઈઝ : 24 cms x 18 cms
પાનાં : ૨૩૨ (તમામ પાનાં રંગીન)
કિંમત : 450/-   (FREE delivery)
સિઆચેન એટલે દુનિયાથી અલિપ્ત એવી દુનિયા કે જે સરેરાશ ૬,૦૦૦ મીટર ઊંચા હિમપહાડોમાં આવેલી છે. એ દુનિયા કે જ્યાં થર્મોમીટરનો પારો શૂન્ય નીચે ૨૦થી પપ અંશ સેલ્શિઅસે રહે છે. એ દુનિયા કે જ્યાં ભારતીય લશ્કરના શેરદિલો જાનના જોખમે આપણી સરહદનું રખોપું કરે છે.

આ દુનિયાની હર્ષલ પુષ્કર્ણાએ લીધેલી રૂબરૂ મુલાકાત ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસની સીમાચિહ્નરૂપ ઘટના છે. આ મુલાકાતના અનુભવો તેમજ સિઆચેનમાં ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓનો ઇન્ટરવ્યૂ કરીને મેળવેલી ફર્સ્ટ-હેન્ડ માહિતી એટલે હર્ષલ પુષ્‍્કર્ણા લિખિત પુસ્તક ‘આ છે સિઆચેન’.