‘ચાલો લદ્દાખ’: દુનિયાથી અલિપ્‍ત દુનિયામાં રોલરકૉસ્ટર રાઈડ જેવી સફર

લેખક : હર્ષલ પુષ્કર્ણા
ભાષા : ગુજરાતી
ફોર્મેટ : બુક (સોફ્ટ બાઉન્ડ)
સાઈઝ : 24 cms x 18 cms
પાનાં : 200 (તમામ પાનાં રંગીન)
કિંમત :   500 (FREE delivery)


લદ્દાખ!

આ નામ સાંભળતાવેંત પેલી હિંદી ફિલ્મ ‘થ્ર્રી ઈડિઅટ્સે’ લોકનજરે તેમજ લોકજીભે ચડાવેલા પેંગોંગ સરોવરનાં દૃશ્યો આંખ સામે તરવરવાં લાગે. આ ફિલ્મે લદ્દાખને રાતોરાત ટૂરિસ્ટ મેપ પર લાવી દીધું અને વર્ષો સુધી એકલાઅટૂલા તેમજ ટૂરિસ્ટ રેડારની પહોîચ બહાર રહેલા લદ્દાખમાં પર્યટકોનો ધસારો શરૂ થયો.

ધસારો આજે પણ થાય છે. અલબત્ત, પેંગોંગ સરોવર જેવાં ટિપિકલ ટૂરિસ્ટ સ્થળોએ! લદ્દાખનાં ઘરણાં સમાં અનેક સુંદર સ્થળો, સ્થાપત્યો, સરોવરો, ખીણપ્ર્રદેશો હજી પણ અનેક પર્યટકો માટે અજાણ્યાં રહી ગયાં છે.

લદ્દાખની કુલ ૬ સફરો પછી અને ત્યાંના લગભગ તમામ વિસ્તારોમાં રૂબરૂ ફર્યા પછી લખાયેલું ‘ચાલો લદ્દાખ’ પુસ્તકરૂપી સચિત્ર સફરનામું પ્રવાસ શોખીનોને લદ્દાખનાં અજાણ્યાં સ્થળોથી અવગત કરે છે. વાંચનપ્રેમીઓને લદ્દાખની રોલર કોસ્ટર રાઈડ કરાવે છે, તો પ્રવાસી જીવોને લદ્દાખની વણખેડાયેલી દુનિયામાં રફ ટ્રિપ કરવાની પ્ર્રેરણા આપે છે.