શૌર્યઃ ભારત માતાના સપૂતોના સાહસ-સમર્પણની અમરકથા

લેખક : હર્ષલ પુષ્કર્ણા
ભાષા : ગુજરાતી
ફોર્મેટ : બુક (સોફ્ટ બાઉન્ડ)
સાઈઝ : 24 cms x 18 cms
પાનાં : 216 (તમામ પાનાં રંગીન)
કિંમત :   500 (FREE delivery)


શૌર્યઃ ભારત માતાના સપૂતોના સાહસ-સમર્પણની અમરકથા

ભારતીય લશ્‍કરની ત્રણેય પાંખમાં સ્‍પેશ્‍યલ ફૉર્સિસ નામનું અલાયદું દળ છે. ખુફિયા તેમજ અસંભવ જણાતાં મિશનો પાર પાડવાં એ તેની એક ખૂબી છે, તો બીજી વિશેષતા ગુપ્‍તતા છે. આ દળ કેવું છે? 1971થી લઈને આજ સુધી એ દળના કમાન્‍ડોએ કેવાં લશ્‍કરી ‌મિશનો પાર પાડ્યાં છે? સાહસ-સમર્પણ વડે ભારતીય લશ્‍કરની તવારીખમાં કેવાંક સોનેરી પ્રકરણો લખ્યાં છે? ગુપ્‍તતાના પડદા પાછળ રહી ગયેલા એ નરબંકા કમાન્‍ડો કોણ છે? વગેરે જેવી બાબતોથી દેશનો સરેરાશ નાગ‌રિક અજાણ છે.

‘પરમવીર ચક્ર', ‘આ છે ‌સિઆચેન' તથા ‘ચાલો લદ્દાખ' જેવાં પુસ્‍તકોના લેખક હર્ષલ પુષ્‍કર્ણા તેમના ચોથા પુસ્‍તક 'શૌર્ય'માં આવી તમામ બાબતો સ‌વિસ્‍તાર રજૂ કરે છે. 1971માં પા‌કિસ્‍તાનના ‌‌સિંધ પ્રાંતમાં ભારતીય કમાન્‍ડોએ કરેલી સ‌ર્જિકલ સ્‍ટ્રાઈકથી લઈને 2019ની બાલાકોટ એર સ્‍ટ્રાઈક સુધીની દસ સત્‍યકથાઓ વીર રસથી નીતરતી છે એ તો ખરું, તદુપરાંત પ્રેરણાદાયક છે. ભારતીય લશ્કર પ્રત્‍યેના આદર-પ્રેમને નવી ઊંચાઈએ લઈ જનારી છે.